There is no illusion greater than fear (Lao Tse)

in #motivational7 years ago (edited)

ભયથી વધારે મોટો કોઈ ભ્રમ નથી. - લાઓ ત્સે.)

image Source
સવીસન પૂર્વે થયેલા આ ચીની ફિલસૂફના સિદ્ધાંતો 'તાઓઇઝમ'ના નામથી પ્રખ્યાત છે. એમના આ કથનથી એ કહેવા માગે છે કે મહત્તમ કિસ્સાઓમાં ભય આપણાં મનની એક કલ્પના માત્ર જ હોય છે.
સામાન્ય રીતે આપણને ભવિષ્યનો ભય રહેતો હોય છે. ભયનું સીધું પરિણામ છે ચિંતા જેના લીધે તણાવ વધે છે. ભય પણ અનેક પ્રકારના હોઈ શકે છे- કોઈ નવું કામ કરવાનો અથવા બદલાતા વાતાવરણમાં એડજસ્ટ થવાનો ભય. અન્ય લોકો આપણા વિશે કેવો અભિપ્રાય ધરાવે છે તેનો પણ ભય હોઈ શકે છે. આવા ભયના લીધે ઘણી વાર હાથમાં આવેલી તકનો લાભ નથી લઈ શકાતો. ભવિષ્યની ખોટી ચિંતા કર્યા વિના જે વ્યક્તિ પોતાના વર્તમાન પર ધ્યાન આપીને વર્તે છે તે વધારે સફળ થતી હોય છે. આજના સ્પર્ધાત્મક જીવનમાં વધારે તણાવના લીધે માનસિક બીમારીઓ વધે છે. જાણીતા પ્રેરણાત્મક લેખક ડેલ કાર્નેગીનું માનવું છે કે આપણી ઘણી ખરી ચિંતાઓ ખોટી હોય છે અને જીવનમાં આપણા ભય પ્રમાણે બનતું નથી હોતું. ભૂતકાળનો વિચાર કરો તો એ સમજાશે કે એક સમયે આપણને જેનો ભય હતો તેમાંનું કંઈ જ બન્યું નથી. આપણે હંમેશાં સૌથી ખરાબ સ્થિતિની જ કલ્પના કરતા હોઈએ છીએ, પણ આવા કાલ્પનિક ભય કરતાં વાસ્તવિકતા કંઈક જુદી હોય છે. કોઈ પણ કાર્યમાં સફળ થવા માટેનું પ્રથમ પગલું છે ભયથી મુક્તિ મેળવવી.

image source
જે કામનો ભય હોય તેને કરવાથી જ ભય દૂર થતો હોય છે. જે કામ આપણને અઘરું લાગતું હોય તેને ટાળતા રહીએ છીએ અને માટે આવા કામનો ભય વધતો જાય છે. શરૂઆતમાં જે કામ અઘરું લાગતું હોય તેને જ્યારે કરવા માંડીએ ત્યારે એ સરળ બનતું જાય છે. કોઈ કામ અઘરું કે મુશ્કેલ છે તે પણ આપણી પોતાની ધારણા હોય છે. હિંમતથી કોઈ પણ સમસ્યાનો સામનો કરવામાં આવે તો એનો ભય ઘટતો જાય છે. ક્યારેક ભય કે શંકા આપણી આદત બની જતી હોય છે. ભય એટલે અાત્મવિશ્વાસનો સૌથી મોટો શત્રુ. આવી આદતથી છુટકારો મેળવવાનો એકમાત્ર ઉપાય છે જે મુશ્કેલી લાગે તેનો સામનો કરવો. કોઈ પણ ક્ષેત્રમાં નવું કામ કે આવિષ્કાર કરનારની શરૂઆતમાં ઉપેક્ષા કરવામાં આવતી હોય છે. ક્યારેક એમના પ્રયાસની મજાક પણ થતી હોય છે. આવા લોકો જો અન્યની સ્વીકૃતિનો વિચાર કરે તો ક્યારેય કંઈ નવું ન કરી શકે. પોતાને જે કામમાં શ્રદ્ધા અને વિશ્વાસ હોય તેને કરતા રહેવાથી જ સફળ થવાય છે. આપણને જેવી સ્થિતિ ફાવી ગઈ હોય તેને છોડીને નવું અપનાવતા ભય અને સંકોચ બંને થાય છે. પ્રગતિનો અર્થ જ છે

Coin Marketplace

STEEM 0.30
TRX 0.25
JST 0.040
BTC 95166.94
ETH 3365.58
USDT 1.00
SBD 7.80